WhatsApp ગ્રુપ જોડાવો

ખુશ ખબર! ગુજરાત સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર, આ 5 જિલ્લાને લાભ થશે, જાણો – Gujarat Kishan Sahay Package 2025

Gujarat Kishan Sahay Package 2025: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં અતિવૃષ્ટિ કે વરસાદના નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્ય સરકારે રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત રાજ્યના આ 5 જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ અને જૂનાગઢના 18 તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે. ખેડૂતોને કુદરતી આફતો (જેમ કે દુષ્કાળ, પૂર, તોફાન અને અસમયની વરસાદ)ને કારણે પાકના નુકસાનથી મળતી આર્થિક મદદ આપવા માટે ગુજરાત રાજ્ય સરકારે આ પેકેજ જાહેર કર્યું છે.

કુદરતની થપાટ ખાનાર ખેડૂત વર્ગને બેઠો કરવા માટે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે, કેન્દ્ર સરકારની એસ.ટી.આર.એફ ની કેન્દ્રની જોગવાઈમાંથી 573 કરોડ રૂપિયા સહાય જાહેરાત કરાઈ જ્યારે રાજ્ય સરકારની 347 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે. આમ કેન્દ્ર અને રાજ્ય બન્નેએ ભેગા થઈને કુલ 947 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા કુલ 947 કરોડ રૂપિયા ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવા કૃષિ મંત્રી ને સૂચના આપી હતું. ભવિષ્યમાં વાવ થરાદને જો જરૂર પડે તો 5000 કરોડ રૂપિયા આપવા માટે મુખ્યમંત્રી દ્વારા આયોજન કર્યું છે.

5 thoughts on “ખુશ ખબર! ગુજરાત સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર, આ 5 જિલ્લાને લાભ થશે, જાણો – Gujarat Kishan Sahay Package 2025”

  1. ખેડૂત સહાય પાક નિષ્ફળ ગયો છે અને જમીન પણ ધોવાઈ ગઈ છે

    Reply
  2. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા કુલ 947 કરોડ રૂપિયા ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવા કૃષિ મંત્રી ને સૂચના આપી હતું. ભવિષ્યમાં વાવ થરાદને જો જરૂર પડે તો 5000 કરોડ રૂપિયા આપવા માટે મુખ્યમંત્રી દ્વારા આયોજન કર્યું છે.

    Reply
  3. ગુજરાત જ નહી સમગ્ર દેશના ખેડૂતોને અતિવૃષ્ટિ જ નહી પાક ધિરાણમાં પણ લોન માફીમાં વિચારવું પડશે પાંચથી ૧૫ વિધા જમીન વાળા ખેડુતોની હાલત અતિ ખરાબ છે આત્મહત્યા કરવી પડે તેવી હાલત છે..ઉદ્યોગવાળાને જે ટેક્ષ. માફી લોન માડવાળ કરો છો તેના કરતા ખેડુતો સહાય કરવી નજીવી છે એટલું તો સરકારને જ્ઞાન હોવું જોઈએ ખેતી નહી હોય તો બધા બરબાદ થઈ જશે એ નક્કી છે.

    Reply
    • ખેતી નઈ થાય તો ચાલશે.આતો ઉધોગપતિઓ એ બનાવેલા પૈસા ખાશે અને તંદુરસ્ત રહેશે.આ બધા તો મહામાનવો છે.એક વખત ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ.

      Reply
  4. My Agriculture Survey number is 405 me year 2024 me Heavy rain ki vajah se Hamara crop ko bahut nuksan hua hai And jamin dhovan thayel Che iska Benefits Diya nahi hai

    Reply

Leave a Comment