Ambalal Patel Aagahi: અંબાલાલ પટેલ એ ગુજરાતના પ્રખ્યાત અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. અંબાલાલ પટેલની આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ અને તેમના વિશેની સંપૂર્ણ વિગતો ગુજરાતીમાં આપવામાં આવી છે.
આ તારીખે પડશે ધોધમાર વરસાદ
પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં રચાતી સિસ્ટમ, અરબી સમુદ્રમાં લો પ્રેશર તથા ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની પણ આશંકા છે. નવસારી, સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને દક્ષિણ ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો અમદાવાદ અને વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં તો આજથી જ વરસાદી માહોલ જોવા મળશે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારે થી અતિભારે વરસાદથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને 18 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં નવું ચક્રવાત રચાઈ શકે છે. તો રાજ્યમાં 22 ડિસેમ્બર પછી હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.