Vahali Dikari Yojana 2025: ગુજરાત સરકારની અત્યંત લોકપ્રિય અને દીકરીઓના કલ્યાણ માટે શરૂ કરાયેલી વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) વિશે વિગતવાર માહિતી આપીશું. આ યોજના 2019માં શરૂ થઈ હતી અને 2025માં પણ તેની અમલવારી ચાલુ છે. સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણને વેગ આપવા અને સ્ત્રીભ્રૂણ હત્યા જેવી કુરિતિઓને અટકાવવા માટે આ યોજના એક અગ્રણી પગલું છે. આ યોજના હેઠળ દીકરીઓને કુલ ₹1,10,000ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
વહાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
પરિવારોમાં દીકરીના જન્મને ઉત્સવ તરીકે ઉજવણી કરવા પ્રોત્સાહન. દીકરીઓના પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ માટે નાણાકીય સહાય. સ્ત્રીભ્રૂણ હત્યા, બાળલગ્ન અને દીકરીઓના ડ્રોપઆઉટને અટકાવવા. દીકરીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના લગ્ન અથવા વ્યવસાય માટે સહાય.
વહાલી દીકરી યોજના માટે પાત્રતા ધોરણ
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તા. 02/08/2019 કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- જન્મ પછી 1 વર્ષની અંદર અરજી કરવી જરૂરી (અપવાદરૂપ કિસ્સાઓમાં છૂટ).
- દંપતીના પ્રથમ ત્રણ સંતાનોમાંથી તમામ દીકરીઓને લાભ (જો ત્રણ કરતા વધુ દીકરીઓ હોય તો પણ લાભ મળે).
- માતાની ઉંમર જન્મ વખતે 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- માતા-પિતાની વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
વહાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો
- દીકરીનો જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાના આધાર કાર્ડની નકલ
- માતા-પિતાના લગ્ન પ્રમાણપત્ર
- માતા-પિતાની આવક પ્રમાણપત્ર
- બેંક પાસબુકની નકલ
- શાળા પ્રવેશ પ્રમાણપત્ર
વહાલી દીકરી યોજના માટે અરજી પ્રક્રિયા
- વેબસાઈટ પર જાઓ wcd.gujarat.gov.in અથવા Digital Gujarat Portal digitalgujarat.gov.in પર જાઓ.
- મોબાઈલ નંબર અને આધારથી રજિસ્ટર કરો.
- વહાલી દીકરી યોજના પસંદ કરીને વિગતો ભરો અને દસ્તાવેજો PDFમાં અપલોડ કરો.
- તમામ વિગતો તપાસીને સબમિટ કરો. અરજી નંબર મળશે.
- વેબસાઈટ પર અરજી નંબરથી સ્ટેટસ જુઓ.
વહાલી દીકરી યોજના દ્વારા ગુજરાતની દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી આશા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો કોમેન્ટમાં જણાવો અને શેર કરો. વધુ પ્રશ્નો માટે કોમેન્ટ કરો!
Hii
Vahali Dikari Yojana 2025
Hello
muje bhi video banana hai
Hi sir I have received your mail from your account